![]() |
Advertisement |
રાઇટ ટુ એજ્યુકેશન
(RTE)
👉🏼શું આપ આપના બાળકોને ખાનગી શાળામાં મફત પ્રવેશ મળતા કાયદાથી પરિચિત છો ?
👉🏼ખાનગી પ્રાથમિક શાળા મફત પ્રવેશ પ્રક્રીયા જાણો અને ફોર્મ ભરો
👉🏼આવનારા શૈક્ષણીક વર્ષ ૨૦૧૮-૧૯ માટે પ્રાથમીક શિક્ષણ વિભાગ દ્વારા ઓન લાઈન પ્રવેશ ફ્રોર્મ ભરવાની પ્રક્રીયા ટુંક સમયમાંજ શરુ થનાર છે, જેના માટે વિગતવાર જાહેરાત દૈનિક સમાચાર પત્રોમાં પ્રસિધ્ધ કરાશે, તે મુજબ પ્રક્રીયા કરવી અથવા તો આપની બાજુમાં ચાલતા સી.આર.સી. / બી.આર.સી. સેન્ટરની મુલાકત લેવી અથવા તાલુકા / જીલ્લા પંચાયતના પ્રાથમિક શિક્ષણ વિભાગ અથવા જીલ્લા શિક્ષણ અધિકારી અથવા શહેર પ્રાથમિક શિક્ષણ સમિતીની કચેરી ખાતેથી સંપુર્ણ માહિતી મેળવવી.
👉🏼મારા વ્હાલા વાલીઓ અને મિત્રો....
ધો. ૧માં પ્રવેશ મેળવનાર ભુલકાઓ અને વાલીઓના વ્હારે *ગુજરાત એજ્યુકેશન કમિટી*ના કાર્યકર્તાઓ, RTE કાયદાની જાણકારી મેળવી, માહિતગાર થઈ આપના બાળકને નજદીકની ખાનગી સ્કુલમાં મફત પ્રવેશ મેળવો. *આ કાયદો ૨૦૦૯માં બન્યો,* જેની સતત રજુઆત કરી, પાંચમા વર્ષે ૨૦૧૪માં ગુજરાત સરકાર પાસે અમલીકરણ કરાવ્યું. *૨૦૧૪માં ૨૭૮, ૨૦૧૫માં ૨૧૧૪ અને ૨૦૧૬માં ૭૧૧૨ બાળકોને રાજકોટ મુકામે ખાનગી શાળામાં મફત પ્રવેશ મળ્યો.* આપણા પછાત સમાજના લોકોની પ્રગતી, ઉન્નતિ અને સર્વાંગી વિકાસ માટે આપણને પછાત સમાજને શિક્ષિત અને બાહોશ યુવા વર્ગની જરૂરિયાત આવતીકાલે પડશે. આજના યુવા એ આવતીકાલ છે અને આજના નાના ભૂલકાઓ અને બાળકો આવનારા વર્ષનું ભવિષ્ય છે. આપણાં તેરતાંસળીયાત અને ઉચ્ચવર્ણીય BPL લોકોનાં બાળકોને કાયદા મુજબ કુલ પ્રવેશના ઓછામાં ઓછા ૨૫% મફત પ્રવેશ અપાતો નથી !! શું આપ જાણૉ છો ??
👉🏼૧. ધો. ૧ થી ૮ સુધી બાળકને ભણાવવા એક રુપીયાની ફી ભરવાની થતી નથી.
👉🏼૨. કાયદા મુજબ સરકાર તરફથી ટ્રાન્સપોર્ટેશન, પાઠ્ય-પુસ્તક, નોટબુક્સ, ડ્રેસ અને બુટ માટૅ પણ ૧૦૦% રકમ મળવા પાત્રતા છે.
👉🏼૩. વાલીઓને આજના સમયને અનુરુપ ખાનગી શાળામાં ભણાવવા ખર્ચવાના થતા રુપીયામાં ૧૦૦% રાહત.
👉🏼૪. જે શાળાની ફીની રકમ સાંભળી, બાળકને ભણાવવાની ત્રેવડ નહોતી, તે શાળામાં બાળક ફી ભર્યા વિના ભણશે.
👉🏼૫. કોઈપણ જાતની ચિંતા કર્યા વિના બાળકને મળશે, ધો. ૮ સુધી મફત શિક્ષણ.
👉🏼૬. આ યોજનાનો લાભ પછાત સમાજ (ઓબીસી-બક્ષીપંચ જ્ઞાતિઓ, દલીત અને આદિવાસી જ્ઞાતિઓ) તેમજ બી.પી.એલ. કાર્ડ ધરાવતી કુંટુબના બાળકોને મળે છે.
વધુ માહિતી માટે સંપર્ક
*+૯૧ ૯૬૨૪૬૧૫૧૯૨*
પ્રજાપતિ દિનેશ જેઠવા
રાજકોટ શહેર અધ્યક્ષ
ગુજરાત એજ્યુકેશન કમિટી
૯૬૬૨૦૧૩૭૦૦
પ્રજાપતિ અરવિંદ સરવૈયા,
ગુજરાત એજ્યુ.કમિટી,
રાજકોટ
( *ઉપરોકત માહિતી દરેક જરુયિયાત મદ વ્યકિતઓ સુધી પહોચાડવા નમ્ર વિનંતી*)🙏🏼🙏🏼