![]() |
Advertisement |
સવિનય સહ જણાવવાનું કે મીનાની દુનિયા અંતર્ગત રેડિયો પ્રોગ્રામ દર મંગળવાર અને શુક્રવારના રોજ સમય ૧૧:૧૫ થી ૧૧:૩૦ સુધીમાં ધોરણ ૬ થી ૮ના તમામ બાળકોને રેડિયો પર આવતી વાર્તા સંભળાવવી ફરજિયાત છે. તથા તારીખ ૨૦/૦૧/૨૦૧૮ના માનનિયશ્રી સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર ગાંધીનગરના પત્રના આધારે જણાવેલ આપની શાળામાં એક શિક્ષકની નિમણુંક કરી રેડિયોમાં આવતા તમામ એપિસોડનું ઓનલાઇન સબમિશન કરવાનું થાય છે.તો નીચે દર્શાવેલ લિંક પર સબમિશન કરવા આપને ખાસ વિનંતી છે.
લિંક:- Http://gg.gg/meenaradio
રાજ્ય કક્ષાએથી સદર કાર્યક્રમની સમીક્ષા થનાર હોય મીનાની દુનિયા રેડિયો કાર્યક્રમની મોનીટરીંગ સિસ્ટમમાં શાળા કક્ષાએથી મુખ્ય શિક્ષકશ્રી/આચાર્યશ્રી/શાળાના શિક્ષકશ્રી સદર કાર્યક્રમના સમય પત્રક મુજબ માહિતી ફરજીયાત પણે અપલોડ કરે તે સુનિશ્વિત કરવા જણાવવામાં આવે છે તો ઉપરોક્ત કાર્યક્રમને ગંભીરતા પૂર્વક લેવા આપને વિનંતી છે.