![]() |
Advertisement |
આ કોડ ની મદદથી સેકંડમાં જ જાણી શકશો મોબાઇલ નંબર
આજના સમયમાં તમામ લોકો સ્માર્ટફોન યૂઝ કરે છે, પરતું શું તમને તમારો મોબાઇલ નંબર યાદ છે? ઘણા મોબાઇલ યૂઝર્સ જે 2-3 નંબર યૂઝ કરતા હોય છે પરંતુ યૂઝર્સને પોતાના જ નંબર યાદ નથી રહેતો. જો તમને પણ આ નંબર યાદ નથી તો તમે નિશ્ચિત થઇ જાઓ, આજે અમને તેમને એવા જ કોડ બતાવવા જઇ રહ્યા છીએ, જેને એડ કરતા જ તમારો મોબાઇલ નંબર ખબર પડી જશે અને સાથે જ કેટલું બેલેન્સ છે, તે પણ જાણી શકાશે. આ કોડ ખૂબ જ નાના છે અને સેકન્ડ્સમાં જવાબ મળી જશે.
રિલાયન્સથી લઇને એરટેલ સુધીનો આ છે કોડ:
BSNL, આઇડિયા, રિલાયન્સ, વોડાફોન, એરટેલ, યૂનીયૉર સુધી અલગ-અલગ કોડ છે. તમારે માત્ર સ્ટાર અથવા તો હૈશની સાથે આ કોડને ડાયલ કરવાનો રહેશે, જે માટે વધારે ચાર્જ નહી લાગે. અમે આ કોડ ટ્રાય કર્યા કરીને જોયા અને આ કામ કરી રહ્યા છે.
BSNL: *222#
Idea: *1#
Reliance: *1#
Aircel: *1#
Vodafone: *111*2#
Airtel: *121*9#