WEEKLY TOP POST

HHH

સમર અને ડાયટ સ્પેશિયલ ડ્રિંક

ad300
Advertisement

સમર અને ડાયટ સ્પેશિયલ ડ્રિંક

સમર અને ડાયટ નું આ સ્પેશિયલ ડ્રિંક આપણા સ્વાસ્થ માટે ખૂબજ ફાયદાકારક છે. અને આ ઉનાળા ની ગરમી થી બચવામાં પણ ખૂબ જ મદદરૂપ બને છે. આ માત્ર સ્વસ્થ માટે જ સારું નથી પરંતુ આપણા શરીર માં રહેલી વધારાની ચરબી ને દૂર કારવા પણ આ ડ્રિંક નો ઉપયોગ થાઈ છે. ફૂદીનાનો ઉપયોગ લોકો સદીઓથી ઓષધિ તરીકે પણ કરતાં આવ્યા છે. જે લોકો ડાયટ કરે છે. તે બીજા ઠંડા પીણાં ના પી શકે પરંતુ આ ફૂદીના અને લીંબૂ નૂ ડ્રિંક પીવાથી વજન ઘાટાડવામાં પણ ઉપયોગી છે. ફૂદીના માં આયર્ન ખૂબ જ માત્રા માં અવેલું હોય છે. અને આ એનેમિયા ના જે દર્દીઓ હોય છે. એમના માટે ખૂબ જ લાભદાયી છે. ફૂદીના માં વિટામિન C ખૂબ જ માત્રા માં આવેલો હોય છે. ફોદીનાંમાં રહેલા ફાઈબર કોલેસ્ટ્રોલ લેવલ ને કંટ્રોલ કરે છે. પેટની તકલીફથી લઈને મોંની દુર્ગંધ દુર કરવા સુધી ફૂદીના ખૂબ ઉપયોગી છે. આ ઉપરાંત પણ ફૂદીનાના સેવનથી અનેક બીમારીઓ દુર કરી શકાય છે. તો ચાલો બનાવીએ એક એવું ડ્રિંક જેનાથી આપણા શરીર ને અનેક ફાયદાઓ થશે.

સામગ્રી:

2થી3 ડાળખી ફૂદીનો,


1 નાનો ટુકડો આદૂ,


2 લીંબુ,


½ ચમચી ચાટ મસાલો,


½ ચમચી નમક,


½ ચમચી મરી પાઉડર,


½ ચમચી જીરૂ પાઉડર,


1 ગ્લાસ પાણી,


3-4 ટુકડા બરફ.


રીત:

સૌપ્રથમ આપણે લઈશું ફૂદીનો જે ઉનાળા માં આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાઈ છે. તેમજ લઈશું લીંબુ જે શરીર ને ઠંડક પણ આપશે તેમજ ત્તેમાં રહેલો વિટામિન C આપણા શરીર માટે ખુબ જ લાભદાયી છે.હવે આપણે લઈશું ફૂદીનો જેને મે ખાંડણી માં પીસી લીધો છે. હવે લઈશું આદું. જેને આપણે જીણી ખમણી વડે ખમણી લઈશું. અને લીંબુ લઈ તેની સ્લાઇસ કરી લઈશું. ત્યાર બાદ ટેસ્ટ વધારવા માટે લઈશું મસાલા જેવાકે નમક, મરી પાઉડર, જીરું પાઉડર, ચાટ મસાલો.હવે એક બાઉલ માં પેહલા લઈશું આદું નું છીણ તેમજ ક્રસ કરેલો ફુદીનો. ત્યાર બાદ તેમાં ઉમેરીશું નમક, મરી પાઉડર, જીરું પાઉડર, ચાટ મસાલો. હવે તેમાં ઉમેરીશું લીંબુ ની સ્લાઈસ છાલ સહીત અને બરફ ના ટુકડા. છાલ જોડે ઉમેરવાથી તેમાં એક રિફ્રેશિંગ ટેસ્ટ આવશે.બધા જ મસાલાઓ મિક્ષ કરી તેમાં જરૂર મુજબ ઉમેરીશું પાણી.હવે તેમાં બ્લેન્ડર વડે બધું જ મિક્ષ કરી લઈશું. જેથી આદું તેમજ ફુદીના નો ટેસ્ટ મિક્ષ થઇ જાય. અને લીંબુ અને છાલ નું રેફ્રીશેમેનટ આવી જાય.તો હવે તૈયાર છે આપણી પાસે એક ઠંડુ રીફ્રેશેમેનટ જયુસ જે ઠંડક તો આપશે જ તેની જોડે એના કેટલાક ફાયદાઓ પણ છે.હવે સેર્વ કરવા માટે એક ગ્લાસ લઈશું. ગ્લાસ માં ઉમેરીશું ફ્રેશ ફુદીનાના પાન. ત્યાર બાદ તેમાં લીંબુ ની સ્લાઈસ ઉમેરીશું. ત્યાર બાદ તેને ઠંડું રાખવા માટે બરફ ના ટુકડા ઉમેરીશું.હવે આ બધા ઉપર તેમાં ઉમેરીશું આપણું મિક્ષ કરેલું ડ્રીંક.હવે તેમાં ઉપર થી નાની ખમણી વડે ઉમેરીશું લીંબુ નું થોડું છીણ. જેથી ડ્રીંક ફ્રેશ લાગશે અને ખુબ જ સરસ ટેસ્ટ આવશે.તો તૈયાર છે. આપણું સમર ડ્રીંક. જેમાં ઉમેરેલી સામગ્રીઓ ના લીધે તે ડ્રીંક આપણા માટે ટેસ્ટી તેમજ ખુબજ ફાયદારૂપ બને છે.

નોધ: આ ડ્રીંક વજન ઘટાડવા માટે ખુબ જ લાભ દાયી છે. તો તેના માટે પીવું હોય તો આ રીત ફોલો કરી ડ્રીંક બનાવી શકાય છે.

પરંતુ માત્ર સમર માટે બનાવવું હોય તો બ્લેન્ડર માં જયારે બધા જ માંસલાલો ઉમેરીએ ત્યારે થોડી ખાંડ કે સાકર ઉમેરી દેવી. જેથી ખુબ જ સરસ ખાટો-મીઠો ટેસ્ટ આવશે

તેને ફુદીના લીંબુ ની શોડા પણ કહી શકાય જેને આપણે કોઈ પણ સાદી શોડા ઉમેરી ગેસ વાળી ફુદીના ફ્લેવર ની શોડા પણ ઘરે જ બનાવી શકાય છે.

આપણે આ ડ્રીંક ને ગાળ્યા વગર જ સેર્વ કર્યું છે. તેને ગાળવું હોય તો ગાળી ને પણ સેર્વ કરી શકાય છે.

આપણે આ ડ્રીંક ને સમર ડ્રીંક, ડાયટ ડ્રીંક કે લીંબુ ફુદીના શોડા તરીકે પણ ઉપયોગ કરી શકીએ છીએ.

બધા જ રૂપ માં તે આપણા માટે ફાયદારૂપ થશે.

 

 

Share This
Previous Post
Next Post

Pellentesque vitae lectus in mauris sollicitudin ornare sit amet eget ligula. Donec pharetra, arcu eu consectetur semper, est nulla sodales risus, vel efficitur orci justo quis tellus. Phasellus sit amet est pharetra